Stay Connected with us.
Facebook :
Youtube :
Telegram :
Website :
Mobile : +91 85 1111 6756
પરમ પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી વિશે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારના લાડીલા સંત પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી એક ઉત્તમ વક્તા અને સાધક સંત છે.
પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્ય તરીકે રહી અનન્ય ભાવે સેવા કરતા. સ્વપુરુષાર્થથી સતશાસ્ત્રના સ્વાધ્યાય અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કર્યો.
પૂજ્ય સ્વામીએ ખંતથી સત્સંગને અર્થે સેવા કરીને શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી વગેરે મોટા સંતોનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો છે.
છેલ્લા 25થી પણ વધારે વર્ષોથી મેમનગર-અમદાવાદ ગુરુકુલમાં સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં રહી દેશ-વિદેશમાં સત્સંગ ઉત્કર્ષ માટે પ્રવચનો આપતા રહ્યા છે.
વચનામૃતના રહસ્યોનો રસપ્રદ શૈલીમાં ઉઘાડ, આદિ શંકરાચાર્યજી રચિત 'ભજ ગોવિંદમ' સ્તોત્ર પર ન ભૂતો ન ભવિષ્યતિ પ્રવચનોએ કેટલાય મુમુક્ષોને ભગવાનને-સત્સંગને માર્ગે વાળ્યા અને હજારો યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું. અન્ય વિષયો જેવા કે સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત 'વંદુ સહજાનંદ', સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત 'હરિ-સ્મૃતિ', ભક્તરાજ શ્રી દીનાનાથ ભટ્ટ રચિત 'સહજાનંદ ગુરું ભજે સદા', સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો આધારિત 'ભક્તિનું વાવેતર', વિદ્યાર્થીઓને પ્રેરણાદાઈ પ્રવચનો 'વિદ્યાર્થી પંચલક્ષણમ', સત્સંગને દ્રઢ રાખી ભગવાનને માર્ગે આગળ વધવા વિવિધ વિષયો પર સ્વામીએ હાસ્યસભર, ભક્તિ રસથી ભરપૂર અને જીવનને બદલાવી નાખનાર અમૂલ્ય અને અદ્ભુત પ્રવચનો સ્વામીએ કરેલ છે. (દરેક પ્રવચનોની લીંક નીચે આપેલી છે.)
સ્વામીના પ્રવચનોથી કેટલાય નાસ્તિકો આસ્તિક થયા છે, કેટલાય આસ્તિકો મક્કમ મનથી ભગવાનને માર્ગે આગળ વધ્યા છે અને કેટલાય મુમુક્ષોને સાચી દિશા મળી છે.
ભજ ગોવિંદમ પ્રવચનો -
વચનામૃત પ્રવચનો -
વંદુ સહજાનંદ -
સહજાનંદ ગુરું ભજે સદા -
ભક્તિનું વાવેતર -
#HariswarupSwami #Happiness #BhaktiKatha #SwaminarayanKatha #SGVPGurukul #GurukulParivar
0 Comments